|| ब्राह्मणेभ्यो नमो नम:|| – સ્વાગતમ

પ્રસન્નતા, સહૃદયતા, વિકાસ અને સમૃદ્ધિમાં વિશ્વાસ ધરાવનાર એક સામાજિક સંસ્થા.


ઔદીચ્ય બ્રાહ્મણ ઇતિહાસ


ઇ.સ. ૯૬૦ના દાયકા દરમિયાન પાટણના રાજવી મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને રુદ્ર યજ્ઞ માટે બોલાવવામાં આવ્યા. સંસ્કૃત ભાષામાં ઉત્તરને ઔદિચ તરીકે પણ ઓળખવામાં આવે છે.આમ ઉત્તર ભારતના આ વિદ્વાન બ્રાહ્મણોને ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.

હાલમાં ઔદિચ બ્રાહ્મણોની ઘણી પેટા શાખાઓ જોવા મળે છે જે મુખ્યત્વે અમદાવાદ, મહેસાણા, ખેડા, ભરુચ, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાઠાં અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરે છે. આમ મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી ઉપર મુજબ કુલ ૧૦૩૭ વિદ્વાન બ્રાહ્મણોના પરીવારોને બોલાવવામાં આવ્યા હતાં.

યજ્ઞ બાદ ૧૦૦૦ બ્રાહ્મણોએ મૂળરાજ સોલંકી દ્વારા અપાતી દક્ષીણાનો સ્વિકાર કર્યો અને તેઓ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાયા. બાકીના ૩૭ બ્રાહ્મણોને તેમના જ્ઞાન મુજબ અલગ-અલગ જુથમાં વિભાજીત કરવામાં આવ્યા. આમ સહસ્ત્ર બ્રાહ્મણોએ ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું અને અન્ય બ્રાહ્મણોએ થોડા સમય બાદ અમૂક શરતો મૂકી ને ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું.

આમ તેઓ ટોળકીયા તરીકે સંબોધન પામ્યા. આમ છતા સહસ્ત્ર બ્રાહ્મણોનું વર્ચસ્વ તેમની કરતા વધું જોવા મળતું. સહસ્ત્ર બ્રાહ્મણોના બે જુથો જોવા મળે છે જે ભૌગોલિક રીતે વિભાજીત થયેલા છે. સિહોરના અને સિદ્ધપૂરમાં વસતા.

૧૮૯૧માં ગુજરાતમાં તેમની વસ્તી આશરે ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલી હતી. ઘણાં ઔદિચ્ય બ્રાહ્મણો કાળક્રમે રાજસ્થાનમા જઇ વસ્યા અને હાલમાં પણ ત્યાં ઔદિચ્ય બ્રાહ્મણોની ઘણી વસ્તી જોવા મળે છે.

ઉપરાંત સિદ્ધપૂરના ઘણાં કુટુંબો ૧૭મી સદીમાં મધ્યપ્રદેશના વડનગર, ઇન્દોર, ઉજ્જેન ક્ષેત્રમાં જઇ વસ્યા.