કાર્યો અને કાર્યક્રમો

શ્રી અવધૂત ભાઈ રાવલ, શ્રી મહેશ ભાઈ રાવલ ના માર્ગદર્શન હેઠળ [2014]


 1. સમાજના 25 વર્ષની સિલ્વર જ્યુબિલી મનાવવા હેતુ પ્રત્યેક છોત્તેરનાં સભ્ય ને 10 ગ્રામ ચાંદીનો સિક્કો (મુંબા દેવી વિસ્તારમાં થી ખરીદેલ કુલ બે કિલો ચાંદી) શ્રી મહાલક્ષ્મી મંદિર માં અભિમંત્રિત કરાવી ને વિતરણ કરેલ.
 2. સિનિયર સભ્યો માટે થોડું મનોરંજન હેતુ, પ્રબોધન ઠાકરે હોલમાં બોરીવલી ખાતે પહેલી ત્રણ હરોળ માં દર બે મહિને એવા 6 નિ:શુલ્ક ગુજરાતી નાટકો જોવાની વ્યવસ્થા કરી આપી.
 3. વર્ષ 2010 માં લોનાવાલા પીકનીક કરેલ જ્યા નારાયણી ધામ એ ધર્મ સ્થાને દેવીના દર્શન પશ્ચાત પ્રત્યેક સભ્યો માટે 1 કિલોના સૂકા મેવા તથા ત્યાંની પ્રખ્યાત ચીકીના વિતરણ કરેલા.
 4. શ્રી અવધૂતભાઈ રાવલ તથા શ્રી મહેશભાઈ રાવલના નેતૃત્વ હેઠળ ભાગવત સપ્તાહ-2012 (કાંદિવલી, મુંબઈ, મહારાષ્ટ્ર).

પ્રમુખ  શ્રી અવધૂતભાઈ રાવલ [2014 – 2018]

 1. નાના-મોટા, અનુભવી અને નવા, તથા વડીલ અને નવયુવક સર્વે મોતી-સમ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર બ્રાહ્મણોને એકત્ર કરીને ચેરિટી કમિશ્નરનું માર્ગદર્શન  લઇ, અથાગ પ્રયત્ને એક સંસ્થા પ્રસ્થાપિત કરી જેનું નામ છે – “શ્રી દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર છોત્તેર બ્રહ્મ સમાજ ટ્રસ્ટ – મુંબઈ”
 2. નિ:શુલ્ક મેડિકલ કેમ્પ-2016 (15-05-2016, પાયોનિયર સ્કુલ, કાંદિવલી, મુંબઈ, મહારાષ્ટ્ર).
 3. દિવ્યાંગ (અંધજન) લોકોને Rs. 5000/- ની આર્થિક સહાય (The NAB Workship For The Blind, Worli, 17-06-2018)
 4. ભારતના પ્રધાન મંત્રી ના રિલીફ ફંડ ને Rs. 3000/- આર્થિક સહાય (Prime Minister Relief Fund, New Delhi, 17-07-2019)
 5. વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting) તથા ચૂંટણી પ્રક્રિયા (Election)-2018 (29-07-2018, પાયોનિયર સ્કુલ, કાંદિવલી, મુંબઈ, મહારાષ્ટ્ર).
 6. New committee meeting with many healthy discussions including felicitation of walking stalwarts and future plans followed by Election plan & then lunch. (05-07-2018, પાયોનિયર સ્કુલ, કાંદિવલી, મુંબઈ, મહારાષ્ટ્ર).

પ્રમુખ  શ્રી મનીષભાઈ ઇન્દ્રવદન [2018 – 2020]

 1. દૂરંદેશી અને બદલાતી ટેક્નોલોજીના વાયરા પારખીને, આપણી વેબસાઈટનું પ્રોફેશનલ ડોમેન [www.das76bs.org] 5 વર્ષ માટે રેજિસ્ટર કરાવી લીધું.
 2. પુલવામાં થયેલ આતંકી હુમલા (2019) મા શહીદ થયેલા આપણા દેશના વિરજવાનો ને શ્રદ્ધાંજલિ રૂપે આર્થિક સહાય કરવા સમાજ ના સભ્યો દ્વારા પ્રમુખ શ્રી મનીષભાઈ પંચોલીના નેતૃત્વ હેઠળ Rs. 55,000/- નો  સ્વૈછીક ફાળો અપાયો, જેની વિગત નીચે મુજબ છે. Help Indian Army Pulwama
 3. Life Membership Drive (for Ladies) સમાજની મહિલાઓ પણ સમાજ સાથે જોડાય એ માટે “” શરુ કરી જેમાં એક જ મહિનામાં 100 થી વધુ યુવા વર્ગ અને મહિલાઓ સમાજની મુખ્ય ધારા સાથે જોડાયા. મહિલા સમિતિની રચના થઇ.
 4. Life Membership Drive Continued….- પહેલા લગભગ 160 જીવનસભ્યો હતા.માત્ર જીવન સભ્યો સમિતિનો ભાગ બની શકે છે. ઘણા જીવન સભ્યો નિધન પામ્યા છે, તેથી તેમના કુટુંબમાંથી કોઈ પણ સમિતિના સભ્યો બની શકશે નહીં.  નવી પહેલ કરી અને પસાર થયેલા ઠરાવ સાથે, લાઇફ મેમ્બરશિપ ડ્રાઇવ રજૂ કરી. ફક્ત એક મહિનામાં 100 તથા ન્યૂ લાઇફ મેમ્બર, મુખ્યત્વે યંગસ્ટર્સ અને લેડિઝ ઉમેર્યા, હવે અમારી પાસે લગભગ 250 વત્તા લાઇફ મેમ્બર છે. તેથી, છેલ્લા 35 વર્ષમાં ફક્ત 160 જિંદગી સભ્યો હતા અને ફક્ત એક મહિનામાં જ 260 ઉપરાંત નવા સભ્યોને આગળ વધારવા માટે કરે પ્રોત્સાહિત કર્યા.
 5. અને ત્યાર બાદ દ્વારા રાસ ગરબા પ્રતિયોગીતામાં ભાગ લેવા સમાજના સભ્યો દ્વારા મળેલ ફાળો: Rs. 64,116/- MahilaSamitiGarbaContribution
 6. “How can I Help You” નામનો Youth Data તૈયાર કરવામાં આવ્યો જેમાં સમાજને ગમે ત્યારે ઉપયોગી થઇ પડે એ માટે વ્યક્તિઓના Professional Occupation નો માહિતી સંગ્રહ મુકાયો છે (14-06-2019).
 7. One Day Picnic (Royal Garden Resort, 28.07.2019, Sunday). શ્રી મનીષભાઈ પંચોલીના નેતૃત્વ હેઠળ રચિત મહિલા સમિતિ દ્વારા યોજિત. A classic example of “Permissive Democratic Management” where the delegated team is left autonomous to achieve results. 
 8. Award Winning રાસ ગરબા 2019 – [Hired & Paid Choreographer દ્વારા Professional Training] અને 4 સ્થળોએ પ્રતિસ્પર્ધા Under the concrete dedication, hardwork & personal involvement of Shri Manish Bhai Pancholi.
 9. સ્નેહ સંમેલન – 2019- Refreshment, Orchestra, Dinner (Sunday , 25-11-2018)
 10. કોઈ મરણ પાછળ થનારી પ્રાર્થના સભા માં કવિતાની થોડી પંક્તિઓ સાથે યોગ્ય લખાણ સાથે કન્ડોલન્સ લેટર પણ આપવાનું શરૂ કર્યું.
 11. Cricket Event 2019 and 2020.
 12. Gujarati Minority Quota – પહેલી વાર 76 તરફથી વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન લેવું સરળ થાય એ માટે, “ગુજરાતી માઇનોરિટી કોટા” નું સર્ટિફિકેટ માટે લોકોને અવગત કરાવ્યા તથા મહત્તમ સંખ્યામાં તેનું વિતરણ કર્યું.
 13. મોટા પાયે સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ ગોઠવવા.
 14. Initiative for Initial Property Fund of Rs. 51,00,000 with minimum contribution amount of Rs. 15,000 per community home ( at one stroke or as an EMI).

પ્રમુખ  શ્રી જીતેન્દ્ર ભાઈ જોષી [2020 – 2021]

 1. અંગત કારણોસર ઉર્જાસ્રોત શ્રી મનીષ ભાઈ પંચોલી ના પ્રમુખ પદેથી અચાનક આઘાતજનક રાજીનામા પશ્ચાત ટ્રસ્ટ ના પ્રમુખ પદ નો સર્વમાન્ય સ્વીકાર કરી દિશાશૂન્ય બનેલ ટ્રસ્ટની બાગડોર સાંભળી લીધી.
 2. અનાવશ્યક ખર્ચાઓ ઉપર રોક લગાવી. ખાતાવહી ની અનિયમિતતા દૂર કરી સુવ્યવસ્થા પ્રસ્થાપિત કરી.
 3. જુના બાલિશ અસંતોષના ગેરવ્યાજબી પ્રાકટ્ય, મતમતાંતર ના અહં જુદ્ધ, તથા અનિચ્છનીય સંઘર્ષ ને ધૈર્ય પૂર્વક સહન કરી, COVID-19 પેંડેમીક ના સમયમાં પોતે અડીગ આધરસ્તમ્ભ બની ટ્રસ્ટમાં સ્થિરતા આણી.
 4. એકાગ્રતા પૂર્વક ટ્રસ્ટ ની સચોટ દિશા ટકાવી રાખી. 
 5. હાથના વેઢે ગણાય એવા જૂજ ગરીબ પરિવારો ને ટ્રસ્ટ ના માધ્યમથી વિશ્વવ્યાપી રોગચાળા માં નાણાંકીય તથા કરિયાણું સહાય કરી.
 6. વર્ષ Feb 2021 માં કોરોનાના ભયગ્રસ્ત કાળ દરમ્યાન, ભારત સરકાર ના તથા મહારાષ્ટ્ર સરકારના નિર્દેશાનુસાર બ્યાખાયિત  માર્ગદર્શન રૂપી રૂપરેખા પ્રમાણે પુરેપુરી કાળજી હેઠળ, ટ્રસ્ટની આગામી ચૂંટણી નો સમય નિર્ધારિત હેતુ કારોબારી સભ્યો અને ટ્રસ્ટી ઓ ની સંયુક્ત બેઠક બોલાવી.
 7. પૂર્વ નિર્ધારિત બેઠક માં નક્કી કરેલ કાર્ય પ્રમાણે 15th August 2021 માં વાર્ષિક સાધારણ બેઠક (Annual General Meeting / AGM) બોલાવી અને શ્રી અમ્બેપ્રસાદ ના ચૂંટણી કમિશ્નર તરીકે ના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કરાવી અને વર્ષની શરૂની સંયુક્ત બેઠક ને સફળ બનાવી. નવનિર્મિત કારોબારી કમિટી તથા ટ્રસ્ટીઓને પ્રેરણાત્મક સંબોધન કરી પ્રમુખ પદ નવા ચૂંટાયેલ અનુભવી શ્રી મહેશ ભાઈ પંડયા ને સહર્ષ હસ્તક કર્યુ અને પોતે ટ્રસ્ટી માં રહી નવયુવકોને માર્ગદર્શન આપવાનું આશ્વાસન આપ્યું.